About

હું વિજય ઠક્કર ૨૦૦૮માં પરિવાર સાથે  અમેરિકા આવી અહીં સ્થાયી થયા. લખવાનો મારો શોખ  કાળક્રમે મારી આદત બની ગઈ હતી તે અમેરિકા  આવીને પણ  “ગુજરાત દર્પણ” જેવા અમેરિકામાં સૌથી વધુ વંચાતા અને લોકપ્રિય  ગુજરાતી મેગેઝીનને કારણે બરકરાર રહી શકી. વર્ષ ૧૯૯૦થી પ્રોફેશનલી લખવાની શરૂઆત થઇ..પરંતુ ૧૯૯૪થી અમદાવાદમાં ગુજરાત ટુ ડે દૈનિકમાં ” ભીતર ભીનું આકાશ ” કોલમ  ચાલી..અને ૧૯૯૭માં આ કોલમમાં છપાયેલી વાર્તાઓ ” ભીતર ભીનું આકાશ ” નામેજ પુસ્તક રૂપે પ્રગટ થઇ.. સાથેજ હૃદયમાં પાંગરેલા  હિન્દી સાહિત્ય તરફના લગાવને કારણે હિન્દી કવિતાઓ, ગઝલો, મુક્તકો લખાયાં અને તે પણ વર્ષ ૧૯૯૭માં ” सर्पगंधी क्षण ” નામે પુસ્તક આકારે પ્રકાશિત થયું તો ગુજરાતીમાં પણ કવિતાઓ, ગીતો, ગઝલો લખાતી  રહી… દરમ્યાન જૂદાજૂદા દૈનિકો, સામયિકો વગેરેમાં  ” લીલા શ્વાસને સરનામે ” એ નામે કોલમ સ્વરૂપે વાર્તાઓ પ્રગટ થતી રહી. ૧૯૭૯થી દુરદર્શન સાથે સમાચાર વાચક તરીકે નાતો જોડાયો તે ૨૦૦૪ સુધી ચાલ્યો અને એજ અરસામાં  રેડિયો-આકાશવાણી સાથે પણ સમાચાર વાચક, ડ્રામા આર્ટીસ્ટ, પેનલ રાયટર જેવી જૂદીજૂદી પ્રવૃત્તિઓ થતી રહી. સરદાર પટેલના જીવન પર આધારિત  ” લોખંડી પુરુષ સરદાર પટેલ” ગુજરાત સરકાર પુરસ્કૃત નાટક નાં  નિર્માતા લેખક અને અભિનેતા થવાનું સદભાગ્ય  સાંપડ્યું. અમેરિકામાં રેડિયો દિલ સાથે  છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં છેલ્લા બે વર્ષથી કો-હોસ્ટ તરીકે ઉપરાંત અમદાવાદમાં અને અમેરિકામાં ઇવેન્ટ પ્લાનર અને ” માસ્ટર ઓફ સેરીમની” તરીકે ખુબ પ્રસિદ્ધી મેળવી. ભારત અને અમેરિકામાં થઈને  ૧૯૭૯થી લઈને અત્યાર સુધીમાં આશરે  ૩૦૦૦ જેટલાં કાર્યક્રમોમાં ” માસ્ટર ઓફ સેરીમની” કરવાનો મોકો મળ્યો. હાલમાં મારા બંને પુસ્તકો રીપ્રીન્ટમાં છે અને” લીલા શ્વાસને સરનામે ” પ્રકાશનની પ્રક્રિયામાં છે. મારો બ્લોગ ” ગુર્જરિકા ” નામે અમેરિકામાં રહીને ગુજરાતી સાહિત્ય, ભાષા, અસ્મિતા, સમાજકારણની વાતો લઈને ગુજરાત રાજ્યના સ્થાપના દીવસથી આ વિજાણું યુગનો એક નાનકડો હિસ્સો બનશે. વ્યવસાયે અમદાવાદ મુનીસીપલ કોર્પોરેશનમાં ” P R Manager”  તરીકે  વર્ષો સુધી કાર્યભાર સંભાળ્યો. માનવીય સંવેદનાઓ અને પ્રેમ સંબંધો એ મારો ખૂબજ ગમતીલો વિષય રહ્યો હોવાથી પ્રણય સંબંધો ઉપર આધારીત વાર્તાઓ ઉપરાંત જીવન ચરિત્રો લખવાનું બહુજ ગમે.

4 thoughts on “About

  1. વિજય ભાઈ,
    આભાર, આપે મારા બ્લોગની મુલાકાત લઇ ને મને આપના બ્લોગની મુલાકાત લેવા ની તક પૂરી પાડી, હું આપના બ્લોગ થી ધણો પ્રભાવિત થયો છું. આપના બ્લોગ ની નિયમિત મુલાકાત થી મને ઘણું શીખવા મળશે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s